દસાડા તાલુકામાં મહત્તમ મતદાન થાય તે માટે બુથ લેવલ ઓફિસરઓ તથા ગ્રામ પંચાયતના તલાટીઓની બેઠક યોજાઈ.
તા.03/04/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ગુજરાતમાં આગામી તા. ૭ મેના રોજ મતદાન થવાનું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ ઝાલાવાડવાસીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં જોડાઈ મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દરેક વર્ગ અને વિસ્તારનાં લોકોને મતદાનનું મહત્વ સમજાવી, સમગ્ર પ્રક્રિયા વિશે અવગત કરાવી મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આવા જ એક પ્રયાસનાં ભાગરૂપે ૬૦ દસાડા વિધાનસભા મત વિસ્તારનાં મતદાતાઓ આ ચુંટણી મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થઈ લોકતંત્રને સબળ બનાવે તથા ગત ચૂંટણીઓમાં ૫૦% કરતા ઓછું અને ૧૦% કરતા વધુ પુરૂષ-મહિલા મતદાર ગેપ જોવા મળ્યો હોય તેવા તમામ મતદાન બુથો ઉપર મહત્તમ મતદાન થાય તેવા આશયથી મદદનીશ ચુંટણી અધિકારી અને પાટડી આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ દસાડા તાલુકાના તમામ મતદાનબુથોના બુથ લેવલ ઓફિસરઓ (બી.એલ.ઓ.) તથા ગ્રામ પંચાયતના તલાટીઓની બેઠક દસાડા મામલતદાર એચ.એમ.અમીનની ઉપસ્થિતિમાં મળી હતી આ બેઠકમાં ઓછું મતદાન થવાના કારણોની વિસ્તૃત ચર્ચા કરી સતત મતદાન જાગૃતિના કાર્યક્રમ થકી ગ્રામ્ય સ્તરે મતદાનનું પ્રમાણ વધે તે માટે જરૂરી સુચનો આપવામાં આવી હતી કાર્યક્રમો માટે જરૂરિયાત મુજબ બેનર અને હોર્ડીંગ્સ વિતરિત કરવામાં આવ્યા હતા મતદારો મોટા પ્રમાણમાં મતદાન કરવા સ્વયં ઉમળકાભેર નીકળે તે પ્રકારે પ્રોત્સાહિત કરી મતદાર જાગૃતિનાં વ્યાપક પ્રમાણમાં કાર્યક્રમો કરવા મામલતદારએ અનુરોધ કર્યો હતો આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એમ.સોલંકી, મતદારયાદી નાયબ મામલતદાર એમ.આર. પટેલ, દસાડા તાલુકાના તમામ મતદાનબુથોના બુથ લેવલ ઓફિસરઓ (બી.એલ.ઓ.) તથા ગ્રામ પંચાયતના તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!