GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના મિતાણા ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

TANKARA ટંકારાના મિતાણા ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
ટંકારા: ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મિતાણા ગામ નજીક વાલાસણ રોડ ઉપરથી એક શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મિતાણા ગામના રહેવાસી યુસુફભાઈ તમાચીભાઈ ઠેબા (ઉં.વ. ૪૩) શંકાસ્પદ હાલતમાં ચાલતા આવતા હતા, ત્યારે પોલીસે તેમને રોકી અંગઝડતી લેતા પેન્ટના નેફામાંથી ₹૫૬૨ની કિંમતની ઈંપેરિયલ બ્લુ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી. ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








