TANKARA:ટંકારાના હમિરપર ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

TANKARA:ટંકારાના હમિરપર ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
ટંકારા: ટંકારા તાલુકાના હમિરપર ગામના પાટિયા પાસે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિતાણા-નેકનામ રોડ પર બે કાર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોનો કુરચો બોલી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, મિતાણાથી નેકનામ તરફ જઈ રહેલી પંચ ગાડી (GJ 10 DR 0611) અને સામે છેડે નેકનામથી મિતાણા તરફ આવી રહેલી વેગનર કાર (GJ 10 DE 2735) વચ્ચે હમિરપર નજીક જોરદાર ટક્કર થઈ હતી.વેગનર કારમાં ૫ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે જ્યારે પંચ ગાડીના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા ત્યારે એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી સ્થાનિકોએ જણાવ્યા મુજબ, કાર ચાલક નશાની હાલતમાં હોય તેમ જણાતું હતું અને તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવતી કારને અડફેટે લીધી હતી ઘટના જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ૬ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટંકારા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો ટંકારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.









