TANKARA:ટંકારાના તીલકનગર વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી સાથે એક યુવક ઝડપાયો

TANKARA:ટંકારાના તીલકનગર વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી સાથે એક યુવક ઝડપાયો
ટંકારા ટાઉનમાં તીલકનગર વિસ્તારમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ સાથે એક યુવકની ટંકારા પોલીસ ટીમ દ્વારા અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને જીલ્લામાં ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તકુકલ, ચાઇનીઝ લેન્ટનના ઉત્પાદન અને વેચાણ કરતા ઇસમો ઉપર વોચ તકેદારી રાખી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ટંકારા પોલીસ મથક પીઆઇ કે.એમ.છાસીયા સર્વેલન્સ ટીમ સાથે ટંકારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ટંકારા તીલકનગરમાંથી આરોપી સારીમભાઇ હારૂનભાઇ હીંગરોજા રહે. ટંકારા મામલતદાર ઓફીસર પાછળ તા.ટંકારા જી.મોરબી વાળાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧૦ કી.રૂ. ૧૫૦૦/- નો મુદામાલ મળી આવતા, તુરંત ઉપરોક્ત આરોપીની અટક કરી તેની વિરુદ્ધ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






