GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાના સાવડી ગામના બોર્ડ પાસેથી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

TANKARA ટંકારાના સાવડી ગામના બોર્ડ પાસેથી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

 

મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના સાવડી ગામના બોર્ડ પાસે ટંકારા પોલીસ વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન સ્વીફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે-૩૬-બી-૦૮૨૩ પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૮પીએમ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી. ત્યારે સ્વીફ્ટ કાર ચાલક આરોપી નવધણભાઇ નથુભાઇ છીપરીયા ઉવ.૨૮ રહે.ઓટાળા તા.ટંકારાની સ્થળ ઉપરથી અટક કરી હતી. જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા રહે.જોધપર(ઝાલા) આ વિદેશી દારૂની બોટલ અન્ય આરોપી બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે.જોધપરઝાલા તા.ટંકારાવાળા પાસેથી લઈ આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે તે બંને આરોપીને ફરાર દર્શાવી દારૂની એક બોટલ કિ.રૂ.૩૨૦ તથા સ્વીફ્ટ ડિઝાયર કિ.રૂ.૧,૫૦,૦૦૦ સહિત કુલ ૧,૫૦,૩૨૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!