TANKARA:ટંકારા પ્રભુનગર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
TANKARA:ટંકારા પ્રભુનગર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ તથા તાલુકા હેલ્થ ઓફિસ ના માર્ગદર્શન હેઠળ પ્રભુનગર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધામાં શાળા ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમને અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેકનામ ના હેલ્થ સુપરવાઈઝર . એસ એમ જાવીયા.RBSK MO ડો અમીતા ડો.કેયુર દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આ દુષણથી દૂર રહેવા અપીલ કરાઈ હતી.આ કાર્યક્રમ સફળ બનાવવા પ્રભુનગર પ્રાથમિક શાળા ના આચાર્ય ભાવેશભાઈ પેઢડીયા આયુષમાન આરોગ્ય મંદિર ના મ પ હે વ મોહીન કડીવાર ફી હે વ સાયમાબેન કડીવાર અને શાળાના શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.