NATIONAL

ફિલ્મો ટેક્સ ફ્રી ની જેમ મહાકુંભ જતી ગાડીઓ ટોલ ફ્રી કરવા અખિલેશ યાદવે માંગ કરી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ દરરોજ ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યાં છે અને પુણ્યની ડૂબકી લગાવી રહ્યાં છે. શનિવારે પણ કુંભ નગરીના દરેક ઘાટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ વચ્ચે ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે. પરંતુ, રવિવારે સવારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સોશિયલ મીડિયા દ્વારા મહાકુંભમાં આવનારી ગાડીઓને ટોલ ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે.

અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ત્રણ તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા તેઓએ મહાકુંભમાં આવી રહેલી ગાડીઓને ટોલ ફ્રી કરવાની માંગ કરી છે. અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘મહાકુંભના અવસર પર ઉત્તર પ્રદેશમાં વાહનોને ટોલ ફ્રી કરી દેવા જોઈએ. જેનાથી યાત્રાની મુશ્કેલી પણ ઓછી થશે અને ટ્રાફિક જામનો સંકટ પણ દૂર થશે. જ્યારે ફિલ્મોને મનોરંજન કર મુક્ત કરવામાં આવી શકે તો મહાકુંભના મહાપર્વ પર ગાડીઓને કેમ કર મુક્ત ન કરી શકાય?’

https://twitter.com/i/status/1888507814123020765

સપા પ્રમુખ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરની વાત કરીએ તો તસવીરોમાં અખિલેશ યાદવ ખુદ પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રસ્તા પર હાજર અમુક લોકોને મળી રહ્યા છે અને અન્ય એક તસવીરમાં રસ્તા પર બેસીને અમુક લોકો ભોજન કરી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!