GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના વિરપર ગામ નજીક કારની હડફેટે બાઈક સવારનું મોત નિપજ્યું

 

TANKARA:ટંકારાના વિરપર ગામ નજીક કારની હડફેટે બાઈક સવારનું મોત નિપજ્યું

 

 

ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આવેલ એલ.પી.જી. પમ્પ સામે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર મોરભગતની વાડી ગોકળદાસ પ્રાગજીદાસના જીન પાછળ રહેતા ગૌતમભાઇ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી સ્વીફ્ટ ડીઝાયર ગાડી રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઈઆર-૭૨૬૯ ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ તેના હવાલાવાળી સ્વીફટ ડીઝાયર ગાડી રજીસ્ટર નંબર- GJ- 03- ER-7269 ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદિના પિતાના હવાલાવાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ- 03- HD-9743 ની પાછળ ભટકાવી ફરીયાદિના પિતાને પછાડી દેતા માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!