GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ખિજડીયા ચોકડી પાસે બોલેરોએ કારને ઠોકર મારી કર્યું નુકસાન
TANKARA:ટંકારાના ખિજડીયા ચોકડી પાસે બોલેરોએ કારને ઠોકર મારી કર્યું નુકસાન
ખીજડીયા ચોકડી પાસેથી ફોર વ્હીલ કાર લઈને યુવાન જતો હોય ત્યારે બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં કારનું બમ્પર અને ડેકીનો દરવાજો દબાઈ જતા નુકશાન કરી આરોપી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો
મોરબીની આનંદનગર મધુવન સોસાયટી પાસે રહેતા વિક્રમભાઈ ભુપતભાઈ બાટી નામના યુવાને બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પોતાની બલેનો કાર લઈને ખીજડીયા ચોકડી પાસેથી જતો હોય ત્યારે બોલેરો કારના ચાલકે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં યુવાનની કારના ઠાઠામાં ભટકાડી બમ્પર તેમજ ડેકીનો દરવાજો દબાઈ જતા નુકશાન કરી પોતાનું વાહન લઈને બોલેરો ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે