TANKARA:ટંકારાના નેકનામ ગામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી.
TANKARA:ટંકારાના નેકનામ ગામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી..
ટંકારા પોલીસ ટીમે તાલુકાના નેકનામ ગામે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડતા સ્વામીની સ્કૂલ પાછળ બાવળની કાંટમાં છુપાવેલી વિદેશી દારૂની ૪૪ બોટલ ઝડપી લેવામાં આવી હતી, દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ટંકારા પોલીસ મથકની ટીમને બાતમી મળી કે નેકનામ ગામે વિજયસિંહ ઝાલા નામના વ્યક્તિએ સ્વામી સ્કૂલ પાછળ બાવળની કાંટમાં વેચાણ કરવાના આશયે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે તુરંત પોલીસ કાફલા સાથે રેઇડ કરતા બાવળની કાંટમાંથી વિદેશી દારૂની ઓલ્ડ મોન્ક ડિલક્સ રમની ૪૪ નંગ બોટલ મળી આવી હતી. પોલીસની રેઇડ દરમિયાન આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે.નેકનામ તા.ટંકારાવાળો હાજર મળી ન આવતા તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા..