GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:રાજકોટ મધ્યસ્થ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો
MORBI:રાજકોટ મધ્યસ્થ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો
મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૨૩, ૫૦૬(૨),„૩૬૩,૩૭૬(ડી), પોકસો એકટ કલમ ૪.૬.૧૬ વિ.મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સંજયભાઇ રાઘુભાઇ રાણેવાડીયા ઉ.વ. ૨૫ રહે. ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ જી.મોરબી વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના આદેશાનુસાર ફર્લો રજા મેળવી જેલ મુકત થયેલ જે આરોપીને રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી ફર્લો રજા પરથી પરત હાજર થયેલ નહી અને ફરાર થયેલ હોય જે કેદીને ખાનગી બાતમીના આધારે ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ જી.મોરબી ખાતેથી પકડી પાડી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.