Tankara:ટંકારાના હરબટીયાળી ગામે ભરતગુંથણના કારીગરોના પુનરુત્થાન માટે 3 દિવસીય ઉદ્યોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું
Tankara:ટંકારાના હરબટીયાળી ગામે ભરતગુંથણના કારીગરોના પુનરુત્થાન માટે 3 દિવસીય ઉદ્યોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યું
ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સપોર્ટથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સ્વાવલંબન આર્ટિસન કક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગ્રામીણ સાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા ત્રણ દિવસીય EDTP (ઉદ્યોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમ) નું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન EDI ના સ્ટાફ દ્વારા કારીગરો માટે ઈકો- સિસ્ટમ, ઉદ્યોગસાહસિક સાહસોના પ્રકાર B2B, B2C, B2G, मत्वांक्षी धोगसा७सिङो माटे माटींगना 7P (Product, Price, Place, Promotion, People, Physical Evidence and Process) ની સમજ આપી હતી, ઉધોગસાહસિક બનવામાં રહેલી વિવિધ તકો તેમને પડતી મુશ્કેલીઓ તેમજ માર્કેટમાં શું જરૂરીયાતો છે તે વિશે ઊંડાણપુર્વક જાણકારી આપવામાં આવી હતી સાથે – સાથે સફળ ઉદ્યોગસાહસિકના ગુણો અને લક્ષણો તેમજ આર્ટીસન કાર્ડ અને કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોઘોગ વિભાગ દ્વારા અમલીકૃત વ્યવસાયલક્ષી યોજનાની માહિતિ આપવામાં આવી હતી, માસ્ટર ટ્રેનરો દ્વારા સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે શું લાક્ષણિકતા હોવી જોઈએ તેના વિશે રીંગ ટોસ અને બ્લોક બિલ્ડીંગ જેવી ગેમ રમાડીને ઉધોગ ચાલુ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા હતા.
આ EDTP (ઉદ્યોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમ) માં હરબટીયાળી ગામના 30 કારીગર બહેનો જોડાયા હતા. આ તાલીમ દરમિયાન EDII, RSETI,DRDA અને માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થા -મોરબી માંથી આવેલ ફેકલ્ટીએ હાજરી આપી કારીગર બહેનોને માહિતગાર કર્યા હતા.