GUJARATSINORVADODARA

ડભોઇની છ વર્ષની આશિમા બાનુ ખત્રીએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની ઇબાદત કરી


ડભોઇની છ વર્ષની આશિમા બાનુ ખત્રીએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની ઇબાદત કરી

રિપોર્ટ… ફૈઝ ખત્રી
ડભોઇ વિસ્તારમાંથી પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. ડભોઇ જીનવાલા વિસ્તારમાં રહેતા અલઝુબેર ખત્રીની છ વર્ષની દીકરી આશિમા બાનુએ શનિવાર ના રોજ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા તઆલાની બંદગી કરી હતી.

હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો કાગઝાળ ગરમીમાં રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે. તે જ રીતે ડભોઇ નગરમાં રહેતા અલઝુબેર ખત્રીની છ વર્ષની દીકરી આશિમા બાનુએ પણ પોતાના જીવનનો પહેલો રોજો રાખી અલ્લાહની બંદગી અદા કરી હતી.

આશિમા બાનુએ પોતાના રોજા દરમિયાન દેશના અમન અને શાંતિ માટે તેમજ હિંદુ-મુસ્લિમ ભાઈચારું કાયમ રહે તે માટે વિશેષ દુઆ માંગી હતી. કોમી એકતા મજબૂત બને અને સૌ હળીમળીને રહે તે માટે પણ તેણે પ્રાર્થના કરી હતી.
નાની ઉંમરમાં આ પ્રકારની આસ્થા અને સમાજ પ્રત્યેની ભાવના દર્શાવી આશિમા બાનુ અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!