MEHSANAVIJAPUR

વિજાપુર ખાતે આશ સેકન્ડરી સ્કૂલ ખાતે અંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ

વિજાપુર ખાતે આશ સેકન્ડરી સ્કૂલ ખાતે અંતર રાષ્ટ્રીય યોગ દિવસ ની તાલુકા કક્ષાની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલ તેમજ કોર્ટ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા યોગા દિવસ ની ઉજવણી અલગ જગ્યાએ કરવા મા આવી હતી.જેમાં તાલુકા કક્ષાનું યોગા નો કાર્યક્રમ આશ સેકન્ડરી શાળા માં ઉજવાયો હતો. મનુષ્ય જીવન એ વ્યસ્ત જીવન છે. જેમાં જાણે અજાણ પણે આપણી અંદર સ્ટ્રેસ, મેદસ્વિતા, હાઈપરટેન્શન જેવી બિમારીઓ પ્રવેશી જાય છે. જેના માટે યોગ સાધના શારીરિક સ્વસ્થા માટે મહત્વ નુ ગણાય છે. જેને લઇ ધારાસભ્ય સી જે ચાવડા તાલુકા વિકાસ અધિકારી સહિત આશ સેકન્ડરી ખાતે યોગા કર્યું હતુ. શાળાના બાળકો ને યોગ સાધન શીખવાડવા માટે શિક્ષક મિતો અપીલ કરી હતી. કોર્ટ ના કર્મચારીઓ તેમજ વકીલો એ પણ કોર્ટ કમ્પાઉન્ડ મા યોગ સાધના કરી હતી. જ્યારે આરોગ્ય અધિકારી ડો ચેતન પ્રજાપતિ તાલુકા આરોગ્ય અધિક્ષક ડો ઇન્દ્રેશ પટેલ સહિત યોગા અંતર્ગત વિવિધ શાળામાં યોગ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સ્કૂલના બાળકો,શિક્ષક મિત્રો દ્રારા સ્વસ્થ ગુજરાત,મેદસ્વી મુક્ત ગુજરાત થીમ પર યોગ કરવામાં આવ્યા હતા .યોગ ને જીવનમાં વણી લેવો.તેમજ શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ ખૂબ જ જરૂરી છે.

Back to top button
error: Content is protected !!