અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લા પોલીસ વડાની ઇસરી પોલિસ સ્ટેશન ખાતે વિઝીટ, નવાગામ શાળામાં બાળકો અને વડીલો સાથે નવીન કાયદા અંતર્ગત સંવાદ કર્યો
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બરવાલ એ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈંસ્પેક્શન કર્યું તેમજ નવીન કાયદા અંતર્ગત નવાગામ ખાતે શાળામાં બાળકો તેમજ ગામના અને આજુબાજુ ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો જેમાં સૌ પ્રથમ ઇસરી પોલીસ સ્ટેશન ખાતે પોલિસ સ્ટેશન નું ઈંસ્પેક્શન કર્યું હતું અને ગામમાં લોકો સાથે સંવાદ કર્યો હતો ત્યાર બાદ નવાગામ શાળા ખાતે નવીન કાયદા અંતર્ગત આમ જનતા તેમજ શાળાના બાળકો ને સમજ આપી હતી શાળા પરિવાર દ્વારા પોલિસ વડા શૈફાલી બરવાલ ને પુસ્તક તેમજ ફૂલછડી આપી સ્વાગત કર્યું હતું ઇસરી પોલિસ સ્ટેશનના પી.આઈ. એમ એમ માલીવાડે નવીન કાયદા ની વિસ્તૃત માહિતી આપી હતી ઉપરાંત વિસ્તારમાં જે લોકો વગર લાઇસન્સે વ્યાજે રૂપિયા આપતાં હોય અને વ્યાજખોરો થી પરેશાન હોય તો પણ જણાવજો તે રીતે આહવાન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમમાં ગામના વડીલો અને શાળા ના વિધાર્થીઓ ને સચોટ માહિતી આપી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો.