GUJARATKUTCHMUNDRA

મા આશાપુરા બી. એડ. કોલેજના પ્રાધ્યાપક પવનકુમારને ડોક્ટરેટની પદવી એનાયત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા.23 : મુન્દ્રાની પ્રતિષ્ઠિત મા આશાપુરા બી. એડ. કોલેજના પ્રાધ્યાપક પવનકુમાર મહોબતભાઈ ભાનાણીએ શિક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કચ્છ યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં ડોક્ટર ઓફ ફિલોસોફી (Ph.D.)ની પદવી મેળવી છે.પ્રો. ભાનાણીએ “સ્ટડી ઓફ એન્ઝાઇટી લેવલ ઓફ હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ ઇન રિલેશન ઓફ ડિફરેન્ટ વેરીએબલ્સ” વિષય પર મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો. કૈલાસ નાંઢાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંશોધન કાર્ય પૂર્ણ કરતા તેમને યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.પ્રો. ભાનાણીએ અગાઉ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની નેટ (શિક્ષણ) ૨૦૧૯માં અને ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (ઇતિહાસ) ૨૦૨૩માં સફળતાપૂર્વક ક્વોલિફાય કરી હતી.આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ડી. એમ. બકરાણીયા, કુલસચિવ અનિલ ગોર, ઈસી મેમ્બર રાજેન્દ્રસિંહ જાડેજા, શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, મંત્રી પ્રવીણસિંહ વાઢેર, ટ્રસ્ટીઓ પ્રશાંતસિંહ વાઢેર અને વિજયભાઈ ગઢવી, સંસ્થાના એડમિન હેડ રશ્મિનભાઈ શાહ, આચાર્ય ડો. પલ્લવીબેન શાહ અને સમગ્ર સ્ટાફે તેમને અભિનંદન પાઠવી સંસ્થાનું ગૌરવ વધારવા બદલ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.આ ઉપરાંત સુમરાસર (શેખ)ના સરપંચ રણછોડભાઈ આહીર અને મહોબતજી ભાનાણી સહિત તેમના મિત્રવર્તુળ તથા સગા-સંબંધીઓ તરફથી પણ તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

Back to top button
error: Content is protected !!