GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા જી.ઇ.બી.ના વીજ વાયરો ચોરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો 

TANKARA:ટંકારા જી.ઇ.બી.ના વીજ વાયરો ચોરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

 

​ટંકારા: ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી જી.ઇ.બી.ના થાંભલા પરથી વીજ વાયરોની ચોરી કરતી ગેંગે આતંક મચાવ્યો હતો. આ મામલે ટંકારા પોલીસે સતર્કતા દાખવી ગણતરીના દિવસોમાં જ ચોરીના બે મોટા ગુનાઓ ઉકેલી નાખ્યા છે અને રાજસ્થાનની ગેંગના એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.



​ટંકારાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વાયર ચોરી
​સાવડી ગામની સીમ: અરણેશ્વર ફીડરના ૧૬ વીજ પોલ પરથી ૧૮૦૦ મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી.
​મિતાણા, હીરાપર અને સરાયા: આ ગામોની સીમમાંથી અલગ-અલગ જગ્યાએથી કુલ ૭૨૪૦ મીટર વીજ વાયરની ચોરી​ ટંકારા પોલીસ સ્ટાફ છતર-વાછકપર રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં જતી એક બોલેરો મેક્સી (GJ-03-BW-3157) ને અટકાવી હતી. વાહનની તલાશી લેતા તેમાંથી એલ્યુમિનિયમ વાયરના ગુંચળા મળી આવ્યા હતા. ચાલક પાસે કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાથી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી.

​પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે વીજ વાયરો ચોરીને તેને ભઠ્ઠીમાં સળગાવી તેના ‘ઢાળિયા’ બનાવી છતર-રાજકોટ હાઈવે પરના ભંગારના ડેલામાં સંતાડતો હતો.​ઝડપાયેલ આરોપી: કિશન મોહનલાલ ગુર્જર (ઉં.વ. ૨૬), રહે. રાજસ્થાન.​કુલ રિકવરી: પોલીસે બંને ગુનાનો કુલ રૂ. ૯,૨૯,૭૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.​વધુ તપાસ ચાલુ ​આ ગુનામાં હજુ અન્ય ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે: કિશન આશારામ ગુર્જર (રાજસ્થાન). કૈલાશસીંગ ઉર્ફે જીવરાજસીંગ રાવત (હાલ રહે. ટંકારા). શ્રવણસિંહ (રાજસ્થાન) ટંકારા પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!