GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ તેમજ જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

TANKARA:ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ તેમજ જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

 

 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ હિતેશભાઇ પાંચોટીયા દ્વારા સંગઠન મંત્ર કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી દેવજીભાઈ પડસુંબિયા ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી દેવજીભાઈએ પોતાના ઉદ્દબોધનમાં કર્મનો સિદ્ધાંત, રાષ્ટ્રપ્રેમ તથા બાળકોમાં સંસ્કારનું સિંચન જેવા વિષયો પર વિસ્તૃત અને પ્રેરક માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે વ્યક્તિના જીવનમાં કર્તવ્યબોધ જ સમાજ અને રાષ્ટ્રના સશક્ત નિર્માણનો આધાર છે. આજની પેઢીમાં સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનું બીજ વાવવું અત્યંત આવશ્યક છે.

આ અવસર પર આયોજિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલાએ સૌનું અભિવાદન કર્યું અને વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા કરી હતી,ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ સાંપ્રત સમયમાં સંગઠન જરૂરિયાત, કાર્યકર્તાઓની સંગઠન પ્રત્યે પ્રીતિબદ્ધતા અને કટિબદ્ધતા વિશે વાત કરવામાં આવી હતી અને પ્રાંત અને જિલ્લા ટીમ દ્વારા શિક્ષકોના પ્રશ્નો બાબતે કરેલ રજુઆત અને મળેલ સફળતા વિશે વાત તેમજ દરેક તાલુકામાં “હમારા વિદ્યાલય, હમારા તીર્થ” વધુને વધુ શાળાઓ બને એ માટે આહવાન કર્યું હતું,બેઠક દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા વર્ષ 2005 પછીના કર્મયોગી શિક્ષકો માટે જૂની પેંશન યોજના લાગુ કરવી,બીએલઓ સહિતના પ્રશ્નો વિશે પણ ચર્ચા થઈ, ઉપરાંત સંગઠનના કાર્યવિસ્તાર મંડલને સક્રિય બનાવવા અને ભવિષ્યની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ તીર્થરૂપ શાળા જેની 17 રાજ્યોના પ્રતિનિધિઓ શાળાની મુલાકાત લઈ ગયા છે એ વાઘગઢના શાળાના કર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ આચાર્ય રમણિકભાઈ વડાવીયાએ સમાજની શિક્ષકો પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વિશે વાત કરી અને પોતાની શાળા અને ગામનો કેવો અતૂટ સેતુ છે? એ જણાવ્યું હતું,

કાર્યક્રમમાં હિતેશભાઈ ગોપાણી દ્વારા સંઘના શતાબ્દી વર્ષ તથા સંઘના ૧૦૦ વર્ષના યાત્રા અને લક્ષ્યો અંગે વિચારપ્રેરક પ્રવચન આપવામાં આવ્યું. તેમણે સંઘના ઇતિહાસ, મૂલ્યો અને સમાજમાં તેના યોગદાનને રેખાંકિત કર્યું.

કાર્યક્રમના અંતે કલ્યાણ મંત્ર નિરવભાઈ બાવરવા દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન કિરણભાઈ કાચરોલા દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!