આગામી સમયમાં આવનાર બકરા ઇદ ના તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે પોલીસ સબ ઇન્સ્પેકટર જે એમ લટા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વસિમ મેમણ : તિલકવાડા
આગામી તારીખ 17 ના રોજ સમગ્ર દેશ માં મુસ્લિમ બિરાદરો ના પવિત્ર એવા બકરી ઈદ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવશે આ તહેવારને ધ્યાનમાં રાખીને કેવડિયા વિભાગના DYSP સંજય શર્મા ની સૂચના અનુસાર તિલકવાડા પોલીસ મથકે પોલીસ સબ ઇન્સ્પેકટર જે એમ લટા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું સાથે તાલુકાના દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલિસ સબ ઇન્સપેક્ટર જે એમ લટાએ બેઠકમાં ઉપસ્થિત સૌ ને અપીલ કરી
ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 17 ના રોજ સમગ્ર દેશ માં મુસ્લિમ બિરાદરો ના પવિત્ર એવા બકરી ઈદ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર ને ધ્યાનમાં રાખી તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા પોલીસ સબ ઇન્સપેક્ટર જે એમ લટા એ જણાવ્યું કે આગામી તારીખ 17 નઆ રોજ બકરી ઈદ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવશે ત્યારે આવા તહેવારો માં અવસર પર કોઈ પણ વ્યક્તિ શાંતિ બગાડવા માટે સોસિયલ મીડિયા માં ખોટી પોસ્ટ ન કરે. ખાસ કરી ને આજના યુવાનોએ આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવુ નહિ જો કોઈ વ્યક્તિ ખોટી પોસ્ટ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે જેથી દરેક વિસ્તારના આગેવાનોએ પોતાના વિસ્તારના યુવાનોને સમજાવી ખોટી પોસ્ટ નહિ કરવા અને ખોટુ સ્ટેટ્સ નહિ મુકવા માટે સમજણ આપવા PSI જે એમ લટા એ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી અને શાંતિ પૂર્ણ માહોલ માં આ તહેવાર સંપન્ન કરવા માટે સૂચના આપી. આ બેઠકમાં તાલુકાના આગેવાનો ઉપરાંત નગરના હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બેઠકમાં સહભાગી બન્યા હતા