TANKARA:ટંકારાના લજાઈ ગામે ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું: એક્સકેવેટર મશીન-માટી ભરેલું ડમ્પર ઝડપાયું
TANKARA:ટંકારાના લજાઈ ગામે ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું: એક્સકેવેટર મશીન માટી ભરેલું ડમ્પર ઝડપાયું

મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર અને તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા લજાઈ નજીક ભીમનાથ મહાદેવ જવાનાં રસ્તેથી ડમ્પર નંબર GJ-36-V-7700 ને સાદી માટી ખનીજનાં રોયલ્ટી પાસ વગર વહન કરતાં અટકાવી ખોદકામ વાળી જગ્યાની તપાસ કરતાં સનાતન પોલીમર્સ કારખાના, ગધા ડેમ, લજાઈ પાસેથી ડમ્પર અને મસીનમાં માલિક પંકજભાઈ દયારામભાઈ મસોત રહે. લજાઈની માલિકીનું હ્યુન્ડાઇ કંપનીનું પીળા કલરનું એક્સકેવેટર મશીન સાદીમાટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડવામાં આવેલ હતું. આ સમગ્ર કામગીરીમાં ભુસ્તરશાસ્ત્રી અને એમની ટીમ દ્વારા ઉપરોક્ત ડમ્પર અને એક્સકેવેટર મશીન ને સીઝ કરી માપણી કરી આગળની દંડકીય કામગીરી માટે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.






