MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાની લતીપર ચોકડીએ યુવાનને ઝેરી જીવજંતુ કરડી જતા સારવારમાં મૃત્યુ નીપજ્યું

TANKARA ટંકારાની લતીપર ચોકડીએ યુવાનને ઝેરી જીવજંતુ કરડી જતા સારવારમાં મોત
ટંકારાની લતીપર ચોકડીએ શક્તિ ટ્રાન્સપોર્ટ પાસે રહેતા મૂળ બિહારના વતની મહમદકુર્શીદ મહમદયુસુફ ઉ.34 નામના યુવાનને ગઈકાલે સાંજના સમયે ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે પ્રથમ ટંકારા બાદ મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.










