GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ યોજાશે

TANKARA:ટંકારામાં મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ યોજાશે

 

 

જિલ્લા કલેક્ટર શ્રી કે.બી. ઝવેરી દ્વારા સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ ટંકારામાં યોજાશે જેના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી કે.બી. ઝવેરી દ્વારા બેઠક યોજાઈ હતી.

કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મોરબી જિલ્લાના જાહેરમાર્ગો-સરકારી કચેરીઓને રોશની સહિતની વસ્તુઓથી સુશોભિત કરવા, સ્વચ્છતા રાખવા, કાર્યક્રમમાં યોગ, દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્લાટુન, પરેડની, ડોમ, ટ્રાફીક, પાર્કિગ, લાઇટ, સાઉન્ડ સહિતની સુચારૂ વ્યવસ્થા કરવાની સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવલદાન ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.એસ.ખાચર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!