GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના નેસડા (ખા) ગામે પંતગ ચગાવતા બાળક તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું

TANKARA:ટંકારાના નેસડા (ખા) ગામે પંતગ ચગાવતા બાળક તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું
ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં મનસુખભાઈ નરસિંહભાઈ ભાડજાની વાડી પાસે આવેલ તળાવમાં પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં મનસુખભાઈ નરસિંહભાઈ ભાડજાની વાડીએ રહેતા સુનિલભાઈ મેડાનો ૦૭ વર્ષય પુત્ર આકાશ બપોરના સમયે વાડી પાસે આવેલ તળાવની પાળ ઉપર પતંગ ચગાવતો હોય અને રમતા રમતા અકસ્માતે તળાવમાં આવેલ પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા આકાશ નામના બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ દ્વારા મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસા હાથ ધરવામાં આવી છે.






