GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી Climate Change Award અને 25000 રૂપિયાનું પુરસ્કાર

TANKARA:નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી Climate Change Award અને 25000 રૂપિયાનું પુરસ્કાર

 

 

આજના ગૌરવમય પ્રસંગે, જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ એકતા, વિકાસ અને પ્રગતિના પथ પર આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ દ્વારા Climate Change Award માટે સમગ્ર ગુજરાતમાંથી 75 પ્રેરણાદાયક વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી. આ યાદગાર અવસરમાં નેસડા(ખા) ગામમાં શ્રી મહાદેવભાઈ મોહનભાઈ ભાડજા , જસમતભાઈ ભાડજા , ક્રિષ્ના કોરડીયા , હરેશભાઈ ભાડજા , તેમજ ગામના દરેક પરિવાર ના યોગદાન થકી અને ગામના પૂર્વ સરપંચશ્રી દિનશભાઈ ગડારા અને હાલના સરપંચશ્રી પંકજભાઈ ભાડજા ના સહકાર અને સદભાવના ટ્રસ્ટ ના સહયોગ થી ગામને નંદનવન બનાવવામાં આવ્યું આ કાર્યમાં નેસડા(ખા) ગામની વનીકરણની ટીમ નંદલાલભાઈ આર. ભાડજા , ડૉ. નિલેશભાઈ ભાડજા, ડી.કે. ગઢિયા સાહેબ , અંબારામભાઈ ભાડજા અને મનસુખભાઇ ભાડજા ને તેમની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે Climate Change Award અને 25000 રૂપિયા નો ચેક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!