TANKARA ડો. ભીમરાવ આંબેડકર સાહેબ નાં ૬૮ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામા અનુસુચિત જાતિ સમાજ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ
TANKARA ડો. ભીમરાવ આંબેડકર સાહેબ નાં ૬૮ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામા અનુસુચિત જાતિ સમાજ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ
ભારતીય બંધારણ નાં ઘડવૈયા મહામાનવ ડો. ભીમરાવ આંબેડકર સાહેબ નાં ૬૮ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારા માં અનુસુચિત જાતિ સમાજ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં…
મહામાનવ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર.(જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ – પરિનિર્વાણ ૬ ડિસેમ્બર ૧૯૫૬)એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા.તેઓ ‘બાબાસાહેબ’ નાં હુલામણા નામથી પણ જાણીતા છે.તેઓએ ભારતમાં બૌદ્ધ ધર્મ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી.
તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા.તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦ માં નવાજવામાં આવ્યા હતા.
સમસ્ત ભારતમાં ડૉ. આંબેડકર સાહેબ નાં સ્મૃતિ દિનને ઉજવી રહ્યાં છે.આ તકે નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ સારેસા, વિનુભાઈ પાટડિયા, પ્રવિણભાઈ પરમાર, વાલજીભાઈ સોલંકી સહિત ટંકારા અનુસુચિત સમાજ નાં આગેવાનો દ્વારા ડૉ.આંબેડકર ભવન ખાતે આજ રોજ ચિંતન શિબિરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી….