GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા સ્ટોલમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૬ ફિરકા સાથે એક ઈસમ ઝડપાયો

TANKARA:ટંકારા સ્ટોલમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૬ ફિરકા સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા પોલીસ દ્વારા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પતંગ-દોરા સ્ટોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન જીવલેણ ચાઈનીઝ દોરીના ૬ ફિરકા સાથે એક સ્ટોલ-ધારકની અટકાયત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ મથક પીઆઈ એસ.કે.ચારેલના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ટંકારા ટાઉન વિસ્તારમાં અગલ અલગ પતંગના સ્ટોલ ચેક કરી તપાસ કરતા આરોપી અફજલભાઇ ઇબ્રાહીમભાઇ માડકીયા ઉવ.૩૧ રહે. ટંકારા મઢવાળી શેરીમાં તા.ટંકારા જી.મોરબી વાળાના કબજામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૬ કી.રૂ. ૯૦૦/- મળી આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







