TANKARA:ટંકારામાં વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આયોજન

TANKARA:ટંકારામાં વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આગામી 6 નવેમ્બરે આયોજન
કેમ્પનું નવુ સ્થળ કષ્ટભંજન હનુમાનજી મંદિર ચોકડી પાસે રહશે.
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ – રાજકોટ દ્વારા “માનવસેવા એ જ પ્રભુસેવા”ના સિદ્ધાંતને અનુસરીને ટંકારામાં આંખના રોગોના વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દર મહિનાની ૬ તારીખે યોજાઈ છે , જે ૬ નવેમ્બર, ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલશે. કેમ્પનું સ્થળ હવેથી કષ્ટભંજન હનુમાનજી મંદિર, રાજકોટ-મોરબી હાઇવે (ટંકારા) રહેશે. આ કેમ્પમાં આંખના તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. જો દર્દીને મોતિયાનું ઓપરેશનની જરૂર પડે, તો તેમને રાજકોટની હોસ્પિટલમાં ફેકો મશીન દ્વારા ઓપરેશન કરાવવામાં આવશે અને નેત્રમણી પણ મફતમાં મૂકી આપવામાં આવશે. વધુમાં, દર્દીઓને જવા-આવવા માટે વાહન વ્યવસ્થા પણ તદ્દન મફત પૂરી પાડવામાં આવશે.આ કેમ્પનું વ્યવસ્થાપન સદગુરુ મિત્ર મંડળ – ટંકારા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
				








