MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ઓટાળા ગામે ‘કેસ પાછો ખેંચી લેજો નહીંતર એટ્રોસિટીમાં ફિટ કરી દઈશ’ ગર્ભિત યુવાનને ધમકી આપી

TANKARA:ટંકારા ના ઓટાળા ગામે ‘કેસ પાછો ખેંચી લેજો નહીંતર એટ્રોસિટીમાં ફિટ કરી દઈશ’ ગર્ભિત યુવાનને ધમકી આપી

 

ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવકના કુટુંબી ભાઈને રોહિતભાઈ ફાંગલીયા સાથે અગાઉ ઝઘડો થયો હોય જે આરોપીનો મીત્ર હોય તેથી આરોપીએ યુવકને કહેલ કે રોહિત વાળો કેશ પાછો ખેંચી લેજે નહીતર જાનથી મારી નાખીસ અને એટ્રોસીટી કેશમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે


મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા (ઉ.વ.૩૮) એ તેમના જ ગામના આરોપી સુરેશભાઈ નથુભાઈ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કુટુંબી ભાઇને અગાઉ રોહીતભાઇ નાનજીભાઇ ફાંગલીયા સાથે ઝગડો થયેલ હોય અને આરોપી રોહીત ફાંગલીયાના મિત્ર હોય જેથી આરોપીને સારુ નહી લાગતા આરોપીએ ફરીયાદીને કહેલ કે રોહીત વાળો કેશ પાછો ખેચી લેજે નહીતર જાનથી મારી નાખીસ તેમજ એટ્રોસીટીના કેશમા ફસાવી દઈશ તેવી ધમકી આપી તેમજ પાર્થના ફોનમા પણ ફરીયાદીને ભુડાબોલી ગાળો આપી મારવાની ધમકી આપી તેમજ ફરીયાદીને ફોનમા ભુંડાબોલી ગાળો આપી મારવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનના ફરીયાદ નોંધાવતા પોલીસે નોંઘ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!