MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના વિરપર નજીક કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારઘામ પ્રકરણમાં પીઆઈ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

TANKARA:ટંકારાના વિરપર નજીક કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારઘામ પ્રકરણમાં પીઆઈ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

 

 

ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં જુગાર રેડ કરી ૬૩ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે જુગાર રેડ મામલે ટંકારા પીઆઈ અને કોન્સ્ટેબલની અગાઉ બદલી કરવામાં આવી હતી તો આજે પીઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

ગત તા. ૨૭-૧૦ ના રોજ ટંકારા પોલીસે કમ્ફર્ટ રિસોર્ટ ખાતે રેડ કરી ૬૩.૧૫ લાખની રોકડ સાથે નવ આરોપીને ઝડપી લીધા હતા જે રેડમાં પોલીસ અધિકારીઓએ તોડ કર્યા તેમજ આરોપીના નામો ફેરવ્યાના આરોપોને પગલે પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની બદલી કરવામાં આવી હતી જે રેડ બાદ ગઈકાલે તા. ૦૬ ડીસેમ્બરના રોજ SMC વડા નીલીપ્ત રાય કમ્ફર્ટ રિસોર્ટ ખાતે તપાસ અર્થે આવ્યા હતા અને કમ્ફર્ટ રિસોર્ટમાં તપાસ ઉપરાંત પોલીસના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને બંનેને સસ્પેન્ડ કરવામાં આવે તેવા સંકેતો પ્રાપ્ત થયા હતા ગઈકાલે SMC વડાની તપાસ બાદ આજે મોડી સાંજે બંનેને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ટંકારા પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી એમ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હજુ આ કેસ મા ઉંડી તપાસ ચાલી રહી છે. એ જોતા હજુ કેટલાક પેધી ગયેલા અને તોડ ના ભાગીદાર પોલીસ કર્મચારી ઓ પણ શંકા ની રડારમા હોય આવનારા દિવસોમા તપેલા ચડે તો નવાઈ નહીં.

Back to top button
error: Content is protected !!