GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

TANKARA:ટંકારા પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું

 

 

ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડવા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કરી ૧૫ શખ્સોને દેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ ટીમે સરપ્રાઈઝ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું તા. ૦૭ અને ૦૮ એમ બે દિવસ કોમ્બિંગ કરી પ્રોહીબીશનની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસે ભરતગીરી પ્રભાતગીરી ગૌસ્વામી, અમૃત નાગજીભાઇ ચૌહાણ, હસીના રફીકભાઇ પંજવાણી, અમૃત આલાભાઇ ચાવડા, મનીષભાઇ બરકતઅલી પંજવાણી, જયા કરમશીભાઇ વાઘેલા, અમરત મનજીભાઇ વાઘેલા, પારૂલ રાયધનભાઇ વાઘેલા, અજય વીરજીભાઇ વાઘેલા, રજાક હસનભાઇ મકવાણા, હરજીવન ઉર્ફે હરીભાઇ રવજીભાઇ ચાવડા, સોની ધારશીભાઇ સાડમીયા અને મનિષા નવઘણભાઇ સાડમીયા વગેરે જેમાં દારૂના કબજાના કેસમાં ૧૩ તથા પીધેલી હાલતમાં ૨ મળી કુલ ૧૫ શખ્સોને પકડી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે કુલ ૧૦૯ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૨૧,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!