
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પશુઓમાં રોગચાળો ન ફેલાય એ માટે પશુપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.જૂનાગઢ જિલ્લામાં થયેલ ભારે વરસાદ ના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પશુઓના જાન માલને નુકશાન ન થાય તેમજ અતિવૃષ્ટી-પુરના કારણે પશુઓના સ્વાસ્થયને આડ અસરથી તેમના દુધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે પશુપાલકોને પશુઓની ભારે વરસાદ દરમિયાન લેવાની થતી કાળજીઓથી માહિતગાર કરવા પશુપાલન વિભાગ દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.તેમજ બિમાર પશુઓની સારવાર અને ચેપીરોગચાળાનો ઉપદ્રવ ન થાય તે માટે રસીકરણની કામગીરી કરવામાં આવી હતી.આ કામ માટે જિલ્લામાં ૨૨ પશુચિકિત્સા અધિકારીશ્રીઓ અને ૫૮ પશુધન નિરીક્ષકશ્રીઓ સહિત કુલ ૧૮ જેટલી ટીમોની રચના કરવામાં આવી છે.જિલ્લામાં ગાય વર્ગ તથા ભેંસ વર્ગના કુલ ૩૭૫૫૧૩ તથા ઘેટાં બકરા વર્ગના કુલ ૭૮૧૮૦ પશુઓ છે.જે પૈકી અસરગ્રસ્ત તાલુકાના અને ઘેડ વિસ્તારના પશુઓને રોગ ફેલાય નહી, તેમજ બિમાર પશુઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉક્ત ટીમો દ્રારા અસરગ્ર્સ્ત ગામોની મુલાકાત લઈ સારવાર અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે .જે અન્વયે અત્યાર સુધીમા ૪૧ અસરગ્રસ્ત ગામોમાં ૧૭૪૦ પશુઓને રસીકરણ , કૃમિનાશક દવાઓ ૨૨૭૮ પશુઓને આપવામાં આવેલ છે તેમજ આ વિસ્તારમાં બિમાર ૧૭૧ પશુઓને સારવાર આપવામાં આવી છે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






