TANKARA:ટંકારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે જબલપુર પ્રાથમિક શાળા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન
TANKARA:ટંકારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે જબલપુર પ્રાથમિક શાળા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન
તા.૨૩/૦૯/૨૦૨૪ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે જબલપુર પ્રાથમિક શાળા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ .જેમાં ધોરણ ૬ થી ૮ના કુલ ૫૧ વિધ્યાર્થીઓએ ભાગ લીધેલ.વિધ્યાર્થીઓ દ્વારા પોતાની આવડત મુજબ વ્યસનની ગંભીર અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવેલ. સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રુથા ભટાસણા , બીજો નંબર કાવ્યા ભાલોડિયા તથા ત્રીજો નંબર પાર્થ ફેફરે મેળવ્યો હતો.
વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ. ત્યારબાદ આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ દ્વારા તમાકુના સેવનથી થતી નુકસાની અંગે તથા વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતાં ગેરફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ તમાકુ મુક્ત અને વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ, મ.પ.હે.સુ. હિતેષ કે.પટેલ , CHO ભાવનાબેન બરેજા , મ.પ.હે.વ. વિશાલ બારૈયા અને ફિ.હે.વ. રાધિકા કુકડીયા પણ હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શાંતિલાલ નારિયાણા તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.