MORBIMORBI CITY / TALUKO

TANKARA:બી.આર.સી. ભવન ટંકારા દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો

 

TANKARA:બી.આર.સી. ભવન ટંકારા દ્વારા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમ યોજાયો.

 

તા.૨૯ જાન્યુઆરી, ગુરુવારના રોજ ટંકારા બી.આર.સી. ભવન દ્વારા તાલુકાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે સોશ્યલ ઇન્ક્લુઝન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દિવ્યાંગ બાળકોનું સામાજિક સમાવેશન થઇ શકે તે માટે તેમજ દિવ્યાંગ બાળકોના વાલી તેમજ તેના રહેઠાણની આસપાસના લોકો તેમજ અન્ય બાળકો તેનો સ્વીકાર કરે અને સપોર્ટ કરે તે માટેની જાગૃતતા ફેલાવવા માટે સોશ્યલ ઇન્ક્લુઝન માટેનો ખાસ કાર્યક્રમ ટંકારા ખાતે યોજાઇ ગયો.
આ કાર્યક્રમમાં ટંકારા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઇ ફેફર, સી.આર.સી. કો-ઓર્ડિનેટર શૈલેષભાઇ સાણજા, RBSK માંથી કેયુરભાઇ જાની અને તેમની ટીમ, સ્પેશ્યલ એજ્યુકેટર પન્નાબેન રાઠોડ, માધ્યમિક વિભાગના વિશિષ્ટ શિક્ષક અરુણભાઇ તેમજ નિમેષભાઇ દ્વારા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગતા અને તેના પ્રકાર, બાળકોના આરોગ્ય અને પોષણ ઉપરાંત બાળકોને મળતા લાભો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓની સાફલ્યગાથા બતાવી બાળકો અને વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ ઉપરાંત સ્પોર્ટસ અને એક્સ્પોઝર વિઝિટ અંતર્ગત બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ એક્સ્પોઝર વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.આ તકે સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૌશિકભાઇ, ઘનશ્યામભાઇ, હેમતભાઇ તેમજ બી.આર.પી. સોનલબેન, પૂજાબેન, લક્કીભાઇ અને એમ.આઇ.એસ. હિતેષભાઇ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સાધનાબેન તેમજ એમ.ડી. વિદ્યાલયના આચાર્યશ્રી કાસુન્દ્રા સાહેબ અને એમ.પી. વિદ્યાલયના કુબાવત સાહેબ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!