MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત

 

TANKARA:ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત

 

 

ટંકારાના મીતાણા ગામે આવેલ નદી અને ડેમના પાણીનો ઓદ્યોગીક હેતુ માટે ગેરરીતિ કરીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને રોકવામાં આવે અને ડેમ તેમજ નદીના પાણીને ખેતી માટે અનામત રાખવામા આવે તેવી ભૂટકોટડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

 

ભૂટકોટડા ગ્રામ પંચાયતના સરપંચ ભાગીયા પંકજભાઈ અમરશીભાઈએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકામાં આવેલ ભૂતકોટડા ગ્રામ પંચાયત વિસ્તાર મુખ્યત્વે ખેતી આધારિત છે. આ વિસ્તારના ખેડૂતો મીતાણા નદી તથા મીતાણા ડેમના પાણી પર સંપૂર્ણ રીતે નિર્ભર છે. અને હાલની પરિસ્થિતિ મુજબ મીતાણા નદી અને ડેમનું પાણી ચોમાસા તથા શિયાળાની ઋતુમાં પણ ખેતી માટે પૂરતું ઉપલબ્ધ નથી. તેમ છતાં, આ જ પાણીનો ઉપયોગ ઉદ્યોગો-કારખાનાઓ માટે કરવામાં આવી રહ્યો છે, જે ખેડૂતોના હિત વિરુદ્ધ અને ગંભીર ચિંતાનો વિષય છે. અને મીતાણા ડેમ સામે આવેલ એક કંપનીમાં નદી/ ડેમનું પાણી ગેરરીતે આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક વ્યક્તિઓ દ્વારા નદી તથા ડેમમાંથી પાણી ઉપાડી તેમના ખેતરમાં લેવામાં આવે છે અને અમુક કારખાનામાં પાઈપલાઈનથી પાણી લઈ જવામાં આવે છે જેથી કરીને ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા મીતાણા નદી તથા ડેમનું પાણી ફક્ત અને ફક્ત ખેતી હેતુ માટે જ અનામત રાખવું, કોઈપણ ઉદ્યોગ કે કારખાનામાં પાણી આપવાની મંજૂરી આપવી નહીં, મીતાણા ડેમ સામે આવેલ કારખાનામાં પાણી આપવાની મંજૂરી છે કે નહીં તેની તપાસ કરવી અને ગેરરીતિ જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવે અને પાણી પુરવઠા/ સિંચાઈ વિભાગ દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવે કે ભવિષ્યમાં મીતાણા નદી અને ડેમનું પાણી ઉદ્યોગોને આપવામાં નહીં આવે તેવી માંગ કરી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતોની ખેતીની જમીન સૂકી અને બિનઉપયોગી બનવાની શક્યતા છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાને રાખીને યોગ્ય કરવામાં આવે તેવી લાગણી સરપંચે વ્યક્ત કરી છે.

Back to top button
error: Content is protected !!