GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્બારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી અન્વયે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે આયોજિત વિવિધ વિકાસ પ્રકલ્પોના ઇ-ખાતમુહૂર્ત લોકાર્પણ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કિશનભાઈ મારવાડીએ બાંસુરી પર વિવિધ ગીતોની ધૂન વગાડીને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ સાધના સ્કુલ, ધ્રાંગધ્રાના ટ્રસ્ટી આર. સી. પટેલના સહયોગ તથા ટીમ લીડર જયેશભાઈ સંતોકીના માર્ગદર્શન હેઠળ સાધના સ્કુલ, ધ્રાંગધ્રાની દીકરીઓ દ્વારા ‘સાવ રે સોનાનો મારો સૂડલો હો રાજ’ ગીત પર પ્રાચીન ગરબા રજુ કરવામાં આવ્યા હતા રાજુભાઈ સાવલિયા તથા તેમના ગ્રુપ દ્વારા ગુજરાતની વિકાસ ગાથાને રજુ કરતાં ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આંબારામભાઈ દુમાદિયા દ્વારા ગુજરાતનાં વિકાસની ગાથાનું વર્ણન સાહિત્ય સ્વરૂપમાં રજુ કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે, રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!