GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા જબલપુર ગામની બહેનોએ પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં લોકનૃત્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું:રાજ્યકક્ષાએ પહોંચી

TANKARA:ટંકારા જબલપુર ગામની બહેનોએ પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં લોકનૃત્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું:રાજ્યકક્ષાએ પહોંચી
મહાકુંભ-૨૦૨૫માં લોકનૃત્ય (વયજૂથ: ૨૧ થી ૫૯ વર્ષ) સ્પર્ધામાં બીજો ક્રમ મેળવીને જબલપુર ગામની બહેનોનું જૂથ હવે રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ જૂથે પ્રદેશ કક્ષાએ કચ્છી લોકનૃત્યની ધમાકેદાર રજૂઆત કરીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ ઊંચું કર્યું છે અને હવે રાજ્ય કક્ષાએ પણ જિલ્લાનું નામ રોશન કરવા તૈયાર છે.
મોરબી જિલ્લા સાંસ્કૃતિક વિકાસ અધિકારી શ્રી, શાળાના શિક્ષકશ્રીઓ,તથા આખા ગામે બહેનોને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા છે અને રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ સાથે મોરબી જિલ્લાને વિજેતા બનાવવા શુભકામનાઓ આપી છે