TANKARA ટંકારાના બંગાવડી નજીક એસએમસી ત્રાટકી :દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપાયો

TANKARA ટંકારાના બંગાવડી નજીક એસએમસી ત્રાટકી :દારૂ બિયરનો મોટો જથ્થો ઝડપાયો
મોટી માત્રામાં દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો ૩૧ ડિસેમ્બર પહેલા એસએમસી નો દરોડો ટંકારા પોલીસ મોરબી LCBને ઉંઘતી રાખી SMC એ રેડ કરી
મોરબીમાં લાંબા સમય બાદ એસએમસીના દરોડા પડ્યા મોરબીના ટંકારાના બંગાવડી નજીક ના વિસ્તારમાં મોનિટરીંગ ટીમ દ્વારા દારૂના જથ્થા પર દરોડા પાડ્યા હતા જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો એસએમસીના હાથે લાગ્યો છે હાલ 10:00 વાગ્યાના અરસામાં એસએમસીના અધિકારીઓએ જણાવ્યું કે પંચનામા સહિતની કામગીરી ચાલુ છે જોકે થોડા દિવસ પહેલા મોરબીના નજીક જિલ્લામાં એસએમસીની ટીમે સપાટો બોલાવ્યો હતો અને ત્રણ જેટલા દરોડા પાડી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને રેન્જ આઈ જી દ્વારા એલ.સી.બી.આઇ ને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે અગાઉ પણ મોરબી એલસીબી પી આઇ નો ભોગ લેવાનો બનાવ સામે આવ્યો હતો પરંતુ ત્યારબાદ ફરી એસએમસીએ મોરબીમાં અનેક દરોડા પાડ્યા હોવા છતાં કેમ મહત્વની બ્રાન્ચ સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી જોવા મળી નથી શું આ દરોડા બાદ કોઈ કાર્યવાહી થશે કે પછી માનનીતાઓને ગોળ અને બાકીનાઓને ખોડ જેવી સ્થિતિ જોવા મળશે તે તો દરોડા બાદ જ ખબર પડશે એલસીબી અને સ્થાનિક પોલીસ હોવા છતાં ગાંધીનગરથી દરોડા પડાતા હોય તો પછી સ્થાનિક પોલીસ અને એલસીબી શું હપ્તા ઉઘરાવવા રાખી છે તેવા સવાલ ઉઠી રહ્યા છે હાલ તો એસ એમ સી એ દારૂનો જથ્થો કીમત રૂ ૪૨,૧૯,૦૫૭ ટ્રક કીમત રૂ ૨૦ લાખ, ૨ મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને રોકડ રૂ ૩૭૦ સહીત કુલ રૂ ૬૨,૨૯,૪૨૭ નો મુદામાલ કબજે લઈને આરોપી ટ્રક ડ્રાઈવર વિજયસિંગ કાલુસિંગ ચૌહાણ રહે રાજસ્થાન અને દારૂનો જથ્થો મેળવનાર યશપાલસિંહ ધનુભા જાડેજા રહે ખાનપર તા. ટંકારા વાળાને ઝડપી લીધા છે
તેમજ અન્ય આઠ ઇસમોના નામો ખુલ્યા છે જેમાં દારૂનો સપ્લાયર સંદીપ સંઘવાલ, મુખ્ય આરોપીનો પાર્ટનર બ્રીજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા રહે પીઠડ તા. જોડિયા, પુનીત રહે હરીયાણા, ક્રેટા કાર જીજે ૧૨ ડીએ… નો ડ્રાઈવર, ક્રેટા કારનો ઓનર, સલીમ કાદરી રહે જંગલેશ્વર રાજકોટ, અયુબ શેખ રહે જંગલેશ્વર રાજકોટ તેમજ ટ્રક એચઆર ૫૫ એએલ ૫૭૭૬ નો માલિક એમ આઠ ઈસમો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે










