MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે

TANKARA:ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે

 

 

 

માનદ વેતનથી હંગામી ધોરણે નોકરી કરવા ઇચ્છુકોએ ૩૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરવી

 

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ૦૩ સંચાલક, ૦૪ રસોઈયા તથા ૦૫ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના સ્થાનિક ઉમેદવારોએ મામલતદારશ્રી ટંકારા, મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી – ટંકારાના સરનામે ૩૦/૧૨/૨૦૨૫ સુધીમાં પોસ્ટ મરફતે બંધ કવરમાં પહોંચતું કરવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ અરજીઓ સ્વીકારવામાં નહીં આવે. આ અરજી અન્વયે ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવે ત્યારે અભ્યાસ તથા ઉંમર અંગેના અસલ આધારો સાથે ઉમેદવારે મોરબી તાલુકા મામલતદાર કચેરીએ સ્વખર્ચે રજુ થવાનું રહેશે.

આ ભરતી અન્વયે સંચાલક માટે સજનપર પ્રાથમિક શાળામાં ૧, ઉમિયાનગર પ્રાથમિક શાળામાં ૧ અને રાજાવડ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૩ સંચાલક, રસોઈયા માટે નેસડા (ખા. ) પ્રાથમિક શાળામાં ૧, ઉમિયાનગર પ્રાથમિક શાળામાં ૧, નવા વીરપર પ્રાથમિક શાળામાં ૧ તથા રાજાવડ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૪ રસોઈયા તેમજ મદદનીશ માટે નેસડા (સુ.) પ્રાથમિક શાળામાં ૧, ઘુનડા (ખા.) પ્રાથમિક શાળામાં ૧, નેસડા (ખા. ) પ્રાથમિક શાળામાં ૧, ગજડી પ્રાથમિક શાળામાં ૧ તથા દ્વારકાધીશ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૫ મદદનીશ જગ્યાઓ એમ કુલ ૧૨ કર્મચારીઓની ભરતી કરવાની છે.

મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે કામ કરવા ઇચ્છતા ઉમેદાવાર ઓછામાં ઓછા એસ.એસ.સી પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ. જો પ્રથમ પ્રયત્નમાં એસ. એસ.સી પાસ ઉમેદવાર ન મળે તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. રસોઈયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી નથી, પરંતુ તેમની તંદુરસ્તી સારી હોવી જોઈએ અને કોઈ પણ રોગની દવા ચાલુ ન હોવી જોઇએ. આ તમામ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૨૦ તેમજ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉંમર અરજી મોકલવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. નિયત વય ન ધરાવતા ઉમેદવારોની અરજી ધ્યાને લેવાશે નહીં.

અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટ બિલ), આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે. અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે અને મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે.

સંચાલક, રસોઈયા અને મદદનીશ તરીકે સ્થાનિક સંસ્થા (પંચાયત, નગરપાલીકા કે મહાનગરપાલીકા)માં ચૂંટાયેલા અથવા હોદો ધરાવતા હોય કે સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા કર્મચારી કે તેના પતિ/પત્ની/પુત્રો કે આશ્રીતો, રાજય સરકાર કે કેન્દ્ર સરકારમાં તેમજ રાજય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી અગર તો કર્મચારીઓના પતિ/પત્ની/પુત્ર/પુત્રી કે જે આશ્રિત હોય તે, અનાજ દળવાની ઘંટી ચલાવતી હોય તેવી વ્યકિત, શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી, કોઈપણ જગ્યાએ માનદ વેતન મેળવતી, હોમગાર્ડઝમાં ફરજ બજાવતી, રાજય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ નોકરીમાંથી ફરજીયાત રીતે નિવૃત થયેલ કોઈ રૂખસદ આપેલ હોય કે બરતરફ કરેલી વ્યક્તિ, સસ્તા અનાજની દુકાન ધારણ કરતા કે સંચાલક/રસોઇયા/મદદનીશ તરીકે નિમણુંક મેળવવા માટે અન્ય કોઈ કારણોસર પાત્રતા ધરાવતા ન હોય તેવી વ્યક્તિ, કોઈપણ ગુનાહિત કાર્ય કરેલ હોય કે તેની સાથે સંકળાયેલ હોય, પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેમજ તપાસણી સમય ગેરરીતી સંબંધ કસૂરવાર ઠરેલ હોય તેવી વ્યક્તિ, અગાઉ મધ્યાન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતિ સંબંધે છુટા કરેલ હોય તેવી વ્યક્તિ અને વકીલાત જેવા વ્યવસાયમાં જોડાયેલ વ્યક્તિ અરજી કરી શકશે નહીં.

વધુ માહિતી માટે ટંકારા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા ટંકારા મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!