GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:બી.આર.સી.ભવન ટંકારા દ્વારા તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન સજનપર ખાતે યોજાયું.

 

TANKARA:બી.આર.સી.ભવન ટંકારા દ્વારા તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન સજનપર ખાતે યોજાયું.

 

 

ટંકારા તાલુકાની પી.એમ.શ્રી. સજનપર પ્રાથમિક શાળા ખાતે ટંકારા તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ ગયું. જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન બી.આર.સી.ભવન ટંકારા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 29 કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું. તાલુકાની અન્ય શાળાઓના બાળકો, શિક્ષકો તેમજ ગ્રામજનોએ આ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. પ્રદર્શનનું ઉદ્દઘાટન મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ શ્રી નથુભાઈ કડીવારની અધ્યક્ષતામાં કરવામાં આવેલ હતું.સમગ્ર દિવસ દરમ્યાન ભાગ લેનાર બાળકોએ પોતાની કૃતિઓની સુંદર રીતે પ્રસ્તુતિ કરી હતી. દિવસના અંતે ભાગ લેનાર તમામ શાળાઓને શિલ્ડ તેમજ માર્ગદર્શક શિક્ષકોને અને બાળકોને પ્રમાણપત્ર તેમજ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.


સમગ્ર પ્રદર્શનના સફળતાપૂર્વક આયોજન માટે ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર અને સમગ્ર બી.આર.સી.ભવન ટીમ તેમજ સજનપર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારા અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ સાણજા દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!