GUJARATKOTDA SANGANIRAJKOT CITY / TALUKO
Rajkot: કોટડાસાંગાણી તાલુકાકક્ષાના અધિકારીઓએ વેરાવળ ગામમાં આશ્રયસ્થાનની મુલાકાત લીધી

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રનું સંપૂર્ણ ધ્યાન રાહત-બચાવની કામગીરી પર છે. જે અન્વયે કોટડાસાંગાણી તાલુકાકક્ષાના અધિકારીઓએ વેરાવળ ગામમાં આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પીવાના પાણી, સ્વચ્છતા તથા રહેવા-જમવાની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી આવેલા દવાઓના સ્ટોકની ખરાઈ કરવામાં આવી હતી. વેરાવળ ગામના સરપંચશ્રી દ્વારા આશ્રયસ્થાન પર આ તમામ વ્યવસ્થા યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવી હતી. આથી, આ સરાહનીય કામગીરી બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




