GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા જન જાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૫ નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના આયોજન મુજબ ભગવાન બિરસા મુંડાજી ની ૧૫૦ મી જન્મ જયંતી ની ગુજરાત ના તમામનગર,તાલુકાઓમાં આયોજન થયું તે અંતર્ગત માંડવી તાલુકા નું શ્રી ત્રણ ટુકર વિદ્યાલય માં ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન શાળા નાં આચાર્ય શ્રી કૌશિક સાહેબ હાજર રહ્યા તેમને રાષ્ટ્ર ભકિત અંગે સૌને માહિતી આપી.આ પ્રસંગે એસ.કે.આર.એમ નાં આચાર્ય શ્રી ઈશ્વર ભાઈ ચારણે ઉદબોધન આપ્યું હતું .મુખ્ય વક્તા શ્રી ધર્મેશ ભાઈ જોષી શીશુ મંદિર પ્રધાનાચાર્ય (વિદ્યાભારતી પ્રાંત મંત્રી) એ ભગવાન બિરસા મુંડા જી નાં જીવન-કવન અને સંઘર્ષ વિશે વાત કરી.ગોકુળ વિદ્યા મંદિરના આચાર્ય શ્રી નિશાંત ભાઈ ની વિશેષ ઉપસ્થિતિ રહી.પ્રાથમિક સંવર્ગ ના અધ્યક્ષ શ્રી નિલેશ ભાઈ અબોટી ની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે તમામ ને પુસ્તક તથા ભગવાન બિરસા મુંડા જી ફોટો અને જીવની આપવામાં આવી.કાર્યક્ર્મ નું સંચાલન પ્રાથમિક સંવર્ગ ના મંત્રી હિરેનભાઈ વાસાણી કરી.કાર્યક્ર્મ આભાર દર્શન શ્રી કૈલાશભારથી ગોસ્વામી દ્વારા કરવામાં આવી.તેમ પ્રચાર પ્રમુખ શ્રી દેવલ પટેલ ની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!