TANKARA:ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્રે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
TANKARA:ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્રે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે 2/5 સરકાર માત્ર ખરીદીની એજન્સી તરીકે કામ કરે છે. તેનાથી વધારે રાજ્ય સરકારનો તેમાં કોઈ ફાળા સમજવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્રારા જ નિમાયેલી કમિટી ઈન્ડીયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન કમિટી એ આપેલા અહેવાલ મુજબ સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડુતોને હેકટર દીઠ સહાય આપવી જોઈએ પરંતુ સરકાર પોતાના મળતીયાઓને સાચવવા માટે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડુતોને હેકટર દીઠ સહાય આપવાની યોજના લાગુ કરતી નથી. આ અહેવાલ કેન્દ્ર સરકારે પોતે જ નિયુકત કરેલી કમીટી ઈન્ડીયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન કમિટી એ કરેલી ભલામણ છે જે કમીટીના ત્રણ સભ્ય અશોક ગુલાટી, તીર્થ ચેટરજી, શિરજા હુશૈની હતા. તેઓએ દેશ વિદેશનો અભ્યાસ કર્યા પછી કેન્દ્ર સરકારને અહેવાલ મોકલ્યો છે. અખબારોએ લીધેલી નોંધ મુજબ આ અહેવાલમાં કોંગ્રેસ શાસિત રાજયો કર્ણાટક અને તેલંગણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં ખરીફ અને રવિ પાક માટે ખેડુતોને પ્રતિ એકરદીઠ ૧૬-૧૬ હજાર રૂપિયા ખેડુતોને તેઓના ખાતામાં સીધા વર્ષમાં બે વાર જમા કરાવવામાં આવે છે એ મુજબ કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડુતોના ખાતામાં સીધી રૂપિયા જમા કરાવવા જોઈએ.
આ કમિટીએ મગફળી પાક માટે ટેકાના ભાવે કેન્દ્ર સરકાર દ્રારા ભારતભરમાં કરવામાં આવતી ખરીદીનો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે સરકાર ટેકાના ભાવે જે મગફળી ખરીદે છે તેમાં એક ખાંડી (૨૦મણ) ના ૨૯૦૦૦/-જેટલા ચુકવે છે. જેના પર ૧૦ હજાર જેવો વધારાનો ખરીદીનો ખર્ચ લાગે છે. આમ એક ખાંડી મગફળીની ખરીદી સરકારને રૂ।. ૩૯૦૦૦/- માં પડે છે. મતલબ કે સરકારને આ મગફળી પ્રતી મણ ૧૯૫૦ રૂપિયામાં પડે છે. આ જ મગફળી સરકાર એકાદ વર્ષ પછી જયારે ખુલ્લા બજારમાં વેચવા માટે મકે છે ત્યારે તેને ખાંડી મગફળી ૧૭ થી ૧૮ હજાર જ ભાવ મળે છે. મતલબ કે સરકાર મગફળીની ખરીદીમાં એક ખાંડી એ ઓછામાં ઓછું ૨૦ થી ૨૨ હજારનું નુકશાન ભોગવી રહી છે. જો તેને મણ માં જોઈશે તો પ્રતિ મણ ૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયાની નુકશાની ભોગવી રહ્યા છે આ જ વાતને સરકાર દ્વારા ગુજરાતમાં ગયા વર્ષે જે ખરીદી કરવામાં આવી તેની સાથે સરખામણી કરીએ તો ગયા વર્ષે સરકારે ગુજરાતમાંથી લગભગ ૧૨ લાખ મેટ્રીક ટન જેટલી મગફળીની ખરીદી કરી હતી જેના પ્રતિ કવિન્ટલનો ભાવ હતો રૂા. ૬૭૮૩ એટલે કે એક કિલોગ્રામનો ભાવ હતો રૂા. ૬૭.૮૩ તેના પર સરકાર દ્રારા જે ખરીદી પ્રક્રિયા કરવામાં આવી તેની પ્રક્રિયા ર્ખ ખરીદી કરતી સંસ્થાનું કમીશન + ટ્રાન્સપોર્ટેશન + ગોડાઉન ભાડું+ સરકારનું ૯ મહિનાથી એ કવર્ષ માટે મુડી રોકાણ કરવું પડે તે મુડી રોકાણનું વ્યાજ આમ સરકાર દ્વારા જે મગફળી ખરીદી પેટે ખેડુતોને પ્રતિ કિલોગ્રામના ૬૭.૮૩ રૂપિયા આપવામાં આવ્યા તેના પર સરકારે ઉપરોકત અલગ અલગ ખર્ચ ગણો તો કિલોગ્રામ દીઠ ૧૫ રૂપિયા ખર્ચ કરવો પડ્યો છે.
એટલે કે સરકારે પ્રતિ કિલોગ્રામ ૬૭.૮૩ રૂપિયા ખેડુતોને ચુકવ્યા + ૧૫ પ્રક્રિયા ખર્ચ કર્યો એટલે સરકારને
૮૨.૮૩ રૂપિયામાં પડતર થયેલી મગફળી સરકારે છેલ્લે વેચાણ કરી ત્યારે પ્રતિ કવીન્ટલ ૪૯૦૦ થી ૫૫૦૦
ના ભાવે વેચાણ કરી કિલોગ્રામમાં જોઈએ તો એટલે કે પ્રતી કિલોગ્રામ ૪૯ થી ૫૫ રૂપિયે ખુલ્લી બજારમાં વેચી હતી. જે મુજબ જોઈએ તો સરકારને જે મગફળી પ્રતી કિલોગ્રામ ૮૨.૮૪ રૂપિયામાં પડતર થઈ તે મગફળી સરકારે ૪૯ થી ૫૫ રૂપિયે એટલે કે સરેરાશ ૫૨ રૂપિયામાં વેચી સરકારને ૩૨ રૂપિયા પ્રતી કિલોગ્રામ નુકશાન ભોગવવું પડયુ છે
જો પ્રતી કિલોગ્રામ ૩૨ રૂપિયા નુકશાની હોય તો એક મણમાં ૩૨×૨૦ = ૬૪૦ રૂપિયા એક મણે નુકશાની સરકાર ભોગવી રહી છે. જો આ જ નુકશાની કરવાને બદલે આટલી જ રકમ જો ખેડુતોને આપવામાં આવે તો ૨૦૦ મણ ખરીદી x ૬૪૦ નુકશાની = ૧,૨૮,૦૦૦/- ખેડુતોના ખાતામાં સીધા જમા કરાવી દેવા જોઈએ.ઉપરોકત કમીટીના અહેવાલ મુજબ સરકાર ખેડુતો માટે નહી પણ પોતાના માનીતા લોકો માટે જ ખરીદી કરવા માંગતી હોય તો પ્રદેશ કોંગ્રેસ સમિતિની બહુ સ્પષ્ટ માંગ છે કે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડુત પાસેથી ૩૦૦ મણ મગફળીની ખરીદી કરવી જોઈએ અથવા વર્તમાન ખુલ્લા બજારમાં મગફળીના પ્રતિ મણના ૮૫૦ થી ૧૦૦૦ રૂપિયા ભાવ ચાલે છે અને ટેકાના ભાવ ૧૪૫૨.૬૦ રૂપિયા છે. સરકાર દ્રારા ૩૦૦ મણ થી ઓછી ખરીદી કરવામાં આવે તેટલા મણ માટે ખુલ્લા બજારમાં ભાવ અને ટેકાના ભાવના તફાવત ૪૫૨ રૂપિયા પ્રતી મણ લેખે ખેડુતોના ખાતામાં જમા કરાવવામાં આવે