GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ઘુનડા (સજનપર) ગામેથી એકટીવા ચોરી કરનાર બાળ કિશોર ઝડપાયો

TANKARA:ટંકારાના ઘુનડા (સજનપર) ગામેથી એકટીવા ચોરી કરનાર બાળ કિશોર ઝડપાયો

 

 

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામેથી એકટીવા ચોરી કરનાર બાળ કિશોરને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.


ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક બાળ કિશોર એકટીવા વાહનમાં નંબર પ્લેટ કાઢી એકટીવા ચલાવી મોરબી થી ટંકારા તરફ જતો હોવાની બાતમીના આધારે વોચ તપાસમાં રોકાયેલ દરમ્યાન એક બાળ કિશોર ઉ.વ. ૧૬ વાળો નંબર પ્લેટ વગરનુ એકટીવા મોટરસાયકલ સાથે મળી આવતા બાળ કીશોરનું નામ સરનામું તેમજ એકટીવાની આર.સી.બુક આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં એકટીવાના એન્જીન ચેસીસ નંબર સર્ચ કરી જોતા એકટીવા ઓનર પન્નાબેન જયંતીભાઈ કાવર રહે. મીલાપનગર સોસાયટી શકત શનાળા તા.જી.મોરબી વાળા હોય જેથી એકટીવા અંગે ખરાઇ ખાત્રી કરતા ઘુનડા ગામ તળાવ પાસે રોડ ઉપરથી ચોરી થયેલાની ફરીયાદ દાખલ થયેલ હોય અને પકડાયેલ બાળ કિશોર ચોરી કરેલાની કબુલાત આપતો હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!