BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના તાણા તેરવાડીયા ઓઢા પ્રાથમિક શાળાના શિક્ષક વયનિવૃત્તિ થતા ભાવ દર્શન અને ઋણ સ્વીકાર સન્માન સમારોહ યોજાયો..

કાંકરેજ તાલુકાના તાણા તેરવાડીયા ઓઢા પ્રાથમિક શાળાના શિક્ષક વયનિવૃત્તિ થતા ભાવ દર્શન અને ઋણ સ્વીકાર સન્માન સમારોહ યોજાયો..

તાણા તેરવાડીયા ઓઢા પ્રાથમિક શાળાના શિક્ષક વયનિવૃત્તિ થતા ભાવ દર્શન અને ઋણ સ્વીકાર સન્માન સમારોહ યોજાયો..

કાંકરેજ તાલુકાના વરસડાના વતની અને તાણા ખાતે આવેલ તેરવાડીયા ઓઢા પ્રાથમિક શાળા માં તા. ૦૪/૧૨/૨૦૦૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ એટલે કે સતત ૨૦ વર્ષ સુધી શિક્ષક તરીકે નિષ્ઠા પૂર્વક સેવા બજાવી રહેલ પ્રજાપતિ સોમાભાઈ કેશરાભાઈ વય મર્યાદા ના કારણે આજરોજ તારીખ ૦૩/૦૮/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ભાવ દર્શન અને ઋણ સ્વીકાર સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શાળાની બાળાઓએ મહેમાનોને સ્વાગત ગીત દ્વારા આવકાર્યા હતા.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુંચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કરતા કાંકરેજ તાલુકા ભાજપના અગ્રણી આગેવાન એવમ તાણા ના પૂર્વસરપંચ ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળાની શૈક્ષણિક સફર દરમ્યાન બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કર્યું છે.વહીવટી કોઠાસૂઝ,કાર્ય કરવાની ધગશ અને સતત પ્રવૃતિલક્ષી શિક્ષણ થકી શાળાના બાળકોને જીવન વિકાસ ના પાઠ શિખવ્યા છે.સાદુજીવન અને ઉત્તમ વિચારો સાથે ગામ અને શાળાને પ્રગતિના પથ પર લઈ જઈ તમામ બાળકો,શિક્ષકો અને વાલીગણના હૃદયમાં સ્થાન પામી અભિનંદનને પાત્ર બન્યા છે. સૌજન્યશીલ અને મિલનસાર સ્વભાવ થકી બાળકોમાં શિસ્ત, સમય પાલન અને ધૈર્ય જેવા આદર્શ ગુણોને લીધે સમસ્ત ગામમાં પ્રગતિ થઈ તેમાં આપનું અમૂલ્ય યોગદાન છે.સેવાકાર્યનાં સંભારણા નવીન સમાજ રચના અને શેષ જીવનમાં વિસ્તૃત ફલક પર પ્રેરણાદાયી રહેશે.વહીવટી, શૈક્ષણિક મૂલ્યોનું જતન કરતાં નિવૃત્ત જીવન પરિવાર સહિત સુખ, શાંતિ અને સમૃધ્ધિમય બની રહે આપ સેવાકાર્યો અને માનવતા ની મહેક ચો તરફ પ્રસરાવતા રહો આપનું શેષજીવન જીવો તેમ જણાવ્યું હતું.ત્યારે બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ એવમ નેકારીયા શાળાના શિક્ષક જીવણભાઈ જોષી, બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ એવમ થરા શિક્ષક મંડળીના ચેરમેન દશરથજી જી.ઠાકોર,ચાંગા પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક સવગરભાઈ ગોસ્વામી,સી.આર.સી.કો.ઓ. પ્રહલાદભાઈ જોષી,તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર,તલાટી માનસુંગભાઈ ચૌધરી, મનસુખભાઈ પ્રજાપતિ,પ્રધાનજી ઠાકોર,વક્તાભાઈ પ્રજાપતિ, દશરથભાઈ પ્રજાપતિ નાથપુરા, રમેશભાઈ ત્રિવેદી,માદેવભાઈ પ્રજાપતિ પાટણ,જગદીશભાઈ ગૌસ્વામી,વિજયભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર સહીત શાળા પરિવારે મોમેન્ટો આપી શાલ ઓઢાડી સોમાભાઈ પ્રજાપતિનું સન્માન કર્યું હતું અને શાળાની વિધાર્થીનીઓ તેમજ પૂર્વ વિધાર્થીનીઓએ નિવૃત શિક્ષકના આશીર્વાદ લીધા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન જોરાભાઈ દેસાઈએ કર્યું હતું.બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!