TANKARA:ટંકારા લતીપર ચોકડીએ જુની અદાવતનો ખાર રાખી બાઈકને ઠોકર મારી, કાર ચડાવી દઈને વૃદ્ધને ઈજા પહોંચાડી
TANKARA:ટંકારા લતીપર ચોકડીએ જુની અદાવતનો ખાર રાખી બાઈકને ઠોકર મારી, કાર ચડાવી દઈને વૃદ્ધને ઈજા પહોંચાડી
ટંકારા લતીપર ચોકડીએ જૂની અદાવતનો ખાર રાખી કાર વડે બાઈકને પાછળથી ઠોકર મારી હુમલો કરી વૃદ્ધને પછાડી દઈને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દઈને ઈજા પહોંચાડી આરોપીઓ પોતાની કાર લઈને નાસી ગયાની ફરિયાદ નોંધાઈ છે
ટંકારાના ડેરી નાકા કન્યાશાળા પાછળ રહેતા રાણાભાઇ સંગ્રામભાઇ ટોળિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે આરોપી હકાભાઇ મશરૂભાઈ ઝાપડા રહે ટંકારા અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કૌટુંબિક ભાઈ નાગજીભાઈ ખેંગારભાઈ નો દીકરા વિજયને આરોપી હકાભાઇની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાના કારણે અગાઉ ફરિયાદીના ભાઈ નાગજીભાઈએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને રાણાભાઇ નાગજીભાઈના સમર્થનમાં હોવાનો ખાર રાખી આરોપીએ પોતાની બ્રેજા કાર બીઆર ૦૧ ઈએ ૪૬૮૨ માં એક અજાણ્યા ઇસમ સાથે આવ્યો હતો જે આરોપીએ ફરિયાદીના બાઈક જીજે ૩૬ એચ ૫૬૩૫ ને લતીપર ચોકડી પાસે પાછળથી ઠોકર મારી જીવલેણ હુમલો કરી જમીન પર પાડી દઈને જાનથી મારી નાખવાના ઈરાદે કાર ચડાવી દઈને રાણાભાઇને શરીરે ઈજા કરી પોતાની કાર લઈને આરોપીઓ નાસી ગયા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે