GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ નોંધાવી ફરિયાદ, પતિ સહિત પાંચ સામે

 

 

TANKARA:ટંકારા સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ નોંધાવી ફરિયાદ, પતિ સહિત પાંચ સામે

 

​મોરબી: લગ્નજીવનમાં નાની-નાની બાબતો અને કરિયાવર મુદ્દે પરિણીતાઓને ત્રાસ આપવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો ટંકારા પંથકમાં સામે આવ્યો છે. ટંકારાના છતર ગામે પિયરમાં રહેતી એક ૨૯ વર્ષીય પરિણીતાએ રાજકોટ રહેતા પોતાના પતિ, સાસુ-સસરા અને બે નણંદ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.



​મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટના મનહરપુરના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના છતર ગામે પિયરમાં રહેતા મનિષાબેન અક્ષયભાઈ વાનકીયા (ઉ.વ. ૨૯) એ પોલીસમાં ફરિયાદ કરી છે કે, તેમના લગ્નજીવન દરમિયાન સાસરિયા પક્ષ દ્વારા તેમને અવારનવાર માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા.​મનિષાબેને રાજકોટના ગાયકવાડી જંક્શન, રાજીવ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા સભ્યો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે: જેમાં ​અક્ષયભાઇ ભુપતભાઇ વાનકીયા (પતિ),​ભાનુબેન ભુપતભાઇ વાનકીયા (સાસુ),​ભુપતભાઇ વાઘજીભાઇ વાનકીયા (સસરા),​સોનલબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ),​ક્રિષ્નાબેન ભુપતભાઇ વાનકીયા (નણંદ) ​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મનિષાબેનને તેમના પતિ અને સાસરિયાઓ દ્વારા ​ઘરકામ જેવી નાની બાબતોમાં ખામી કાઢી મેણાટોણા મારવામાં આવતા હતા.​કરિયાવર બાબતે હેરાન પરેશાન કરી માનસિક દુઃખ આપવામાં આવતું હતું.પોલીસ કાર્યવાહી: મોરબી મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!