TANKARA:ટંકારા ના અમરાપરમાં દારૂબંધી ગુજરાતની કાગળ પર રહી સરપંચ ગ્રામ્ય વિસ્તારની પ્રજાના વિકાસ કાર્યની સાથે અસામાજિક પ્રવૃત્તિ મુક્ત ગ્રામ્ય વિસ્તાર ની પ્રજાને કરવામાં રહ્યા નિષ્ફળ!!!!

Tankara:ટંકારા ના અમરાપરમાં દારૂબંધી ગુજરાતની કાગળ પર રહી સરપંચ ગ્રામ્ય વિસ્તારની પ્રજાના વિકાસ કાર્યની સાથે અસામાજિક પ્રવૃત્તિ મુક્ત ગ્રામ્ય વિસ્તાર ની પ્રજાને કરવામાં રહ્યા નિષ્ફળ!!!!
ટંકારા: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેવા બનાવો ગુજરાતના પોલીસ મથકોમાં પકડાતા અંગ્રેજી દેશી દારૂથી જાહેર છે ત્યારે શાસન પક્ષ ભાજપના શાસનકાળમાં 100 કલાકમાં એક્ટિવ થતી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધી અમલ કરાવવામાં નિષ્ક્રિય નિષ્ફળતાની સાથે ગામ પંચાયતના સરપંચ ગ્રામ્ય પ્રજાના વિકાસ કાર્યથી લઈ અસામાજિક પ્રવૃત્તિ મુક્ત કરવામાં નિષ્ફળ નિવડિયા હોય તેવું દ્રશ્ય પ્રકાશમાં આવ્યું છે જેની જાણવા મળેલી વિગત એવી છે કે સતત બે દિવસ સુધી દેશી દારૂનું વેચાણ કરતો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પણ સરપંચ કે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું ના હોય તેમ સ્થાનિક લોકો અનુભવી રહ્યા છે એક તરફ દારૂ મુક્ત કરવા ગુજરાતમાં જાગૃતતા ગુજરાતના સરપંચો લાવી રહ્યા છે તો અમરાપરના સરપંચ દારૂના દૂષણ સામે મૌન રહ્યા હોય તેવું સ્થાનિક અમરાપર ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા ના ચકડોળે ચડ્યું છે એ ચર્ચાતી ચર્ચામાં એવી પણ ચર્ચા ચાલી છે કે પરપ્રાંતિય રાજ્યના ચોક્કસ જ્ઞાતિના લોકોને દારૂનું વેચાણ કરાવી અને પોતાની સમાજને શુદ્ધ કરવાની ફિરાગ સરપંચની રહી હોય તેના પરિણામે સરપંચે તત્કાલ અમરાપરમાં દારૂનું વેચાણ કરનારને અટકાવી શક્યા નથી ત્યારે ટીડીઓ ડીડીઓ સરપંચ સામે શું કાર્યવાહી કરશે? કે પછી હોતા હે ચલતા હૈ ની પદ્ધતિ નો છાર રહેશે એ તો આવનાર સમય કહેશે હાલ સોશિયલ મીડિયામાં અમરાપર ગામનો દેશી દારૂ નો વિડીયો વાયરલ થતા પોલીસ દોડકી થઈ છે પરંતુ સરપંચ ટીડીઓ ડીડીઓ મૌન વર્ત રાખી બેઠા હોય તેવું અમરાપર ગામના બુદ્ધિજીવી વર્ગ મહેસૂસ કરી રહ્યા છે જે ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય પોતાના મતવિસ્તારની પ્રજા સમસ્યા મુક્ત બને તેવા પ્રયાસોમાં તો નિષ્ફળ રહ્યા હોય તેવું સ્થાનિક મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે ત્યારે દારૂના દૂષણ અટકાવવામાં પણ નિષ્ફળ રહ્યા હોય તેમ અમરાપર ગામે દેશી દારૂનું ખૂલે આમ થતું વેચાણ વિકાસની વાતો કરનાર ધારાસભ્યની છબી ટંકારા પડધરી મતવિસ્તારમાં મતદારોના મંતવ્ય નબળી દ્રષ્ટિએ દ્રશ્યમાન થઈ રહી છે









