TANKARA:ટંકારાના ઘુનડા (સ) ગામે યુવતીનું એક્ટીવા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી રફુચક્કર
TANKARA:ટંકારાના ઘુનડા (સ) ગામે યુવતીનું એક્ટીવા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી રફુચક્કર
મોરબીમાં રહેતા આધેડની દિકરી આધેડ મહિલાનું એક્ટીવા લઈ આધેડધી મોટી દિકરી તથા તેના જમાઈ બધા અલગ અલગ મોટરસાયકલ લઈને ઘુનડા (સ) ગામના તળાવ પાસે ફોટો પાડવા ગયેલ હોય ફોટો પાડી પરતા આધેડ મહિલાનું એક્ટીવા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઘુનડા રવાપર રોડ પર આવેલ ઉમીયાનગર ૦૧ માં રહેતા પન્નાબેન જયંતીભાઈ કાવર (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની માલીકીનું એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AM-8549 વાળુ લઈ ફરીયાદીની દિકરી તન્વી એકટીવા લઇ ફરીયાદીની મોટી દિકરી કેયા તથા ફરીયાદીના જમાઇ સુનીલભાઇ એમ ત્રણેય જણા બે અલગ અલગ મોટરસાયકલ લઇને એમ બધા ધુનડા(સ) ગામના તળાવ પાસે ફોટો પાડવા ગયેલ હોય અને ફરીયાદીની દિકરી તન્વીએ તેમનુ એકટીવા મોટરસાયકલ લોક વગર રાખેલ હોય અને ફરીયાદીના જમાઇ તેનુ મોટરસાયકલ એમ બન્નેએ રોડ પર મોટરસાયકલ પાર્ક કરેલ અને સાંજના આશરે છ સાડા છએક વાગ્યાના વખતે ફોટો પાડી પરત આવતા ફરીયાદીની એકટીવા રજીસ્ટર નં- GJ-36-AM-8549 કિંમત રૂપિયા ૪૫૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.