
Dahod:દાહોદ ગલાલિયાવાડ માં હિપેટાઇટિસ ડે ની ઉજવણી અંતર્ગત હેલ્થ કેમ્પ યોજાયો
આજરોજ તા.૧૮.૦૭.૨૦૨૪ ના રોજ જિલ્લા ક્ષય અને HIV અધિકારી ડૉ. આર. ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ ” વર્લ્ડ હિપેટાઈટીસ દિવસ ” ઉજવણીના ભાગરૂપે હેલ્થ ફાઉન્ડેશન & રિસર્ચ સેન્ટર ટી. આઈ. પ્રોજેકટ દ્વારા તેમજ અર્બન હોસ્પિટલ ના સહયોગ થી નોન કેચમેન્ટ એરિયા ગલાલિયાવાડ વિસ્તારમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ટી આઇ પ્રોજેક્ટ નો સ્ટાફ,આઈ. સી.ટી.સી કાઉન્સેલર , ઓ આર ડબલ્યુ તેમજ આઈ. સી.ટી.સી કાઉન્સેલર લેબ ટેક અર્બન હોસ્પિટલના પ્રતિનિધિ પેનલ ડોક્ટર તેમજ પિયર એજ્યુકેટર અને ગામના લોકો હાજર રહ્યા હતા આ હેલ્થ કેમ્પના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ HIV-RPR-STI-TB- હિપેટાઈટીસ B-C વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ICTC કાઉન્સેલર દ્વારા સ્પાઉસ ટેસ્ટિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ અર્બન હોસ્પિટલના પ્રતિનિધિ દ્વારા આવેલ લોકોને આયુષ્યમાન કાર્ડ તેમજ માં અમૃતમ કાર્ડ વિશે માહિતી આપવામાં આવી હતી કેમ્પમાં આવેલ લોકોનું પેનલ ડોક્ટર દ્વારા ક્લિનિકલ તપાસ કરવામાં આવી હતી તેમજ ICTC LT દ્વારા HIV-RPR- હિપેટાઈટીસ B-C ના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા કેમ્પની અંદર ૭૨ લાભાર્થીઓ લાભ લીધો હતો




