GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર ગામે ખેડૂતને ખેતીની જમીન છોડી જવાની ડરાવી-ધમકાવતા આપતા:બે શખ્સો વિરૂદ્ધ ફરીયાદ

 

TANKARA:ટંકારાના વિરપર ગામે ખેડૂતને ખેતીની જમીન છોડી જવાની ડરાવી-ધમકાવતા આપતા:બે શખ્સો વિરૂદ્ધ ફરીયાદ

 

 

ટંકારા તાલુકાના વિરપર ગામની સીમમાં બે માથાભારે શખ્સોએ યુવકને હથીયાર બતાવી ડરાવી ધમકાવી જમીન છોડી જતુ રહેવાનુ કહી જમીન પડાવી લેવાની કોશિશ કરનાર બે ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)

મળતી માહિતી અનુસાર મૂળ દાહોદ જીલ્લાના વચલું ફળીયું ગામ ડુમકાના વતની હાલ મોરબી રવાપર ઘુનડા રોડ ઉપર રાજીવભાઈ પટેલની વાડીમાં રહેતા બળવંતભાઈ શનાભાઈ પસાયા ઉવ.૩૫ નામના ખેડૂતે આરોપી મેરૂભાઈ રામજીભાઈ ભુમ્ભરીયા રહે.વિરપર તથા આરોપી કિશોરભાઇ ધનજીભાઈ ટમારીયા રહે.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૮/૦૨ના રોજ બળવંતભાઈ વિરપર ગામની સિમમા હિનાબેન હરજીવનભાઈની વાડીની બાજુમા આવેલ વાડીએ હાજર હોય તે દરમિયાન બંને આરોપી પોતાની કાળા કલરની ફોરવીલ સ્કોર્પીઓ ગાડી લઈ ફરીયાદીની વાડીમા ગેરકાયદેસર પ્રવેશ કરી બળજબરીથી ડરાવી ધમકાવી જમીનનો કબ્જો કરી લેવાની કોશીશ કરી ખેતીવાડી જમીન છોડી જતુ રહેવા માટે ભુંડા બોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી મેરુભાઈએ શર્ટ ઉંચો કરી હથિયાર બતાવ્યું અને આરોપી કિશોરભાઈએ છરી બતાવી બન્ને આરોપીઓએ બળવંતભાઈને જાતી પ્રત્યે અપમાનીત કરી બંને માથાભારે શખ્સો જતા રહ્યા હતા. હ ટંકારા પોલીસે બંને આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!